Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

કમાલનો કાર્ટોગ્રાફરઃ ૪૦૦૦ કલાકની સતત મહેનત કરી હાથ વડે ઉત્તર અમેરિકાનો નકશો દોર્યો

ન્યુયોર્ક,તા.૬: હાથથી નકશો બનાવવાની કળા લુપ્ત થઈ ગઈ હોવાનું મનાય છે ત્યારે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહેતા એન્ટન થોમસ નામના કાર્ટોગ્રાફર (હાથથી નકશો તૈયાર કરનાર) એ લગભગ પાંચ વર્ષની સખત મહેનત બાદ ઉત્ત્।રીય અમેરિકાના મહાદ્દીપનો ચાર ફીટ લાંબો અને પાંચ ફીટ પહોળો નકશો તૈયાર કર્યો છે, જેમાં શહેર ઉપરાંત ઝીણામાં ઝીણી વિગતો પણ પ્રતીક સમાન નિશાનીનો ઉપયોગ કરીને આપવામાં આવી છે.

એન્ટન થોમસે જણાવ્યા અનુસાર ૬૪,૦૦૦ કિલોમીટરની તટવર્તીય સંરચના અને લગભગ રપ કરોડ ચોરસ કિલોમીટરના મહાદ્દીપમાં ૬૦૦ શહેરોની સાથે મહાઠ્ઠીપની સંસ્કૃતિ, જળવાયુ, વન્યજીવન, મોસમની દિશા, જમીની વિસ્તાર, વાતાવરણ અને જનસંખ્યા દર્શાવવા માટે નકશામાં અનેક પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એન્ટન થોમસ નાનપણથી જ નકશા બનાવતો હતો. અમેરિકાના પ્રવાસ પહેલાં તે કયારેય ન્યુ ઝીલેન્ડની બહાર ગયો નહોતો. આ મહાદ્વીપના આકાર અને એની વિવિધતાથી પ્રેરાઈને તેને નકશો બનાવવાનો વિચાર આવ્યો હતો અને તે આ નકશાનું વેચાણ કરવા એની પ્રિન્ટ કઢાવવાનું વિચારી રહ્યો છે.

(3:53 pm IST)