Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કોલંબિયામાં ફરી એકવાર ભૂસ્ખલનના કારણોસર 20લોકો ફસાયા:ત્રણના મૃત્યુ

નવી દિલ્હી: કોલંબિયામાંથી ફરી એકવાર ભૂસ્ખલનના સમાચાર છે. ભૂસ્ખલનથી એક માર્ગ ઘેરાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ 20 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે, તેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવ ટીમો બસ અને મોટરસાઇકલમાં મુસાફરી કરી રહેલા લોકોને શોધી રહી છે, જેઓ ભૂસ્ખલનમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. દરમિયાન રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં નવ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં ત્રણના મોત થયા છે. લગભગ 20 લોકો ગુમ છે. સિવિલ ડિફેન્સના એક અધિકારીના જણાવ્યા અનુસાર બસમાં લગભગ 25 મુસાફરો સવાર હતા. શરૂ થયેલા વરસાદને કારણે કોલંબિયા છેલ્લા 40 વર્ષમાં સૌથી ખરાબ હવામાનમાંથી પસાર થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં અલગ-અલગ ઘટનાઓમાં 270 લોકોના મોત થયા છે.

(7:09 pm IST)