Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ચીનમાં ક્વોરેન્ટાઇનમાં જવાની ના કહેતા શખ્સોને આ રીતે ઘરેથી લઇ ગયા અધિકારી

નવી દિલ્હી: ચીનમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા નથી. કોરોનાના કેસને જોતા સરકારે જીરો કોવિડ પોલિસી અંતર્ગત અમુક વિસ્તારોમાં કડક નિયમ લાગુ કરી દીધા છે. આ દરમિયાન ચીનમાંથી હવે કંઈક એવા દ્રશ્ય સામે આવી રહ્યા છે, જે ખૂબ હેરાન કરનારા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને તેમના જ ઘરમાંથી પીપીઈ કિટ પહેરેલા આરોગ્ય અધિકારી ઘસેડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. વ્યક્તિએ આરોગ્ય અધિકારીઓને ક્વોરન્ટાઈન સેન્ટરમાં જવાની ના પાડી દીધી. જે બાદ સ્વાસ્થ્ય અધિકારી તેમના ઘરે પહોંચ્યા અને તેમને ઘસેડવા લાગ્યા. જે વ્યક્તિને ઘસેડવામાં આવી રહી હતી તેઓ એક કોવિડ-19 સંક્રમિત શખ્સના સંપર્કમાં આવ્યા હતા અને આ માટે તેમને ક્વોરન્ટાઈન સેન્ટરમાં ટ્રાન્સફર કરવાના હતા. આ સમગ્ર ઘટના હાંગ્જોની જણાવાઈ રહી છે. આ ઘટના સાથે જોડાયેલો એક અન્ય વીડિયો શેર કરવામાં આવ્યો, જેમાં અધિકારીઓએ તે વ્યક્તિની માફી માગી.

(7:08 pm IST)