Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

કોરોના વાયરસ રસીની આડઅસરથી પીડિત લોકોને આ દેશમાં આપવામાં આવશે વળતર

નવી દિલ્હી: બ્રિટેન કોરોના વાયરસ રસીની આડઅસરથી પીડિત લોકોને વળતર આપશે. યુકે સરકારે ફાઈઝર અને બાયોનોટેકના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે. બ્રિટન એ પહેલો દેશ છે કે જેણે પ્રથમ વખત નાગરિકોને કોરોના રસી જાહેર કરી.

યુકે દ્વારા ફાઈઝર અને બાયોનોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલા કોરોના રસીને દેશભરમાં વધતા જતા કોરોના કેસો વિરુદ્ધ ઉપયોગ કરવાની મંજુરી આપી છે. આવું કરનારો તે વિશ્વનો પહેલો દેશ બન્યો છે. યુકેના ડ્રગ રેગ્યુલેટર એમએચઆરએ કહ્યું કે આ રસી 95% જેટલી અસરકારક છે અને તેના વ્યાપક ઉપયોગને મંજૂરી આપવી તે સુરક્ષિત છે. દેશમાં સૌથી પહેલા રસી ઉચ્ચ જોખમ ધરાવતા જૂથના લોકોને આપવામાં આવશે. યુકેએ પહેલેથી જ 40 મિલિયન ડોઝનો આદેશ આપ્યો છે, જેની મદદથી 20 મિલિયન લોકોને બે વાર રસી આપી શકાય.

(6:08 pm IST)