Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

અમેરિકાએ સુરક્ષાનો હવાલો આપીને ચીનની વધુ ચાર કંપનીને બ્લેકલિસ્ટમાં મૂકી

નવી દિલ્હી: અમેરિકા દ્વારા સુરક્ષાનો હવાલો આપીને ચાઇનીઝ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાની કવાયત ચાલી રહી છે અને આ વખતે ચીનની સૌથીમોટી પ્રોસેસર ચીપ મેન્યુફેક્ચર્સ કંપની અને એક સરકારીઓઇલ કંપનીને બ્લેકલિસ્ટ કરી દીધી છે. પેન્ટાગોન દ્વારા તાજેતરમાં 4 કંપનીઓને બ્લેકલિસ્ટમાં મૂકી છે, જેમાં સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન અને ચાઇના નેશનલ ઓફશોર ઓઇલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. બ્લેકલિસ્ટમાં મૂકવાનો મતલબ છે, આ ચાઇનીઝ કંપનીઓ અમેરિકામાંથી ટેકનોલોજી અને મૂડીરોકાણ હાંસલ કરી શકશે નહીં.

        બ્લેકલિસ્ટમાં શામેલ આ ચાઇનીઝ કંપનીઓ વિશે મનાય છે કે, તેમનો સંબંધિત ચીનના સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના મિલિટ્રી વિંગ પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)ને આધુનિક કરવાના પ્રયત્ન સાથે છે. નવી બ્લેકલિસ્ટ કંપનીઓ સાથે અમેરિકા દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલી ચાઇનીઝ કંપનીઓની કુલ સંખ્યા વધીને 35 થઇ ગઇ છે. ચીનની સરકારે પ્રત્યુત્તરમાં કહ્યુ કે, ટેકનોલોજી અને અન્ય સેક્ટરોમાં ચીન તરફથી મળથી સ્પર્ધાત્મકતાને દૂર કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષાના તર્કનો દૂરોપયોગ કરવામાં આવી રહ્યો છે.

(6:08 pm IST)
  • ખંભાળિયામાં યુવાનને નગ્ન કરીને ફેરવવાનો મામલો: ઇન્ચાર્જ પીઆઇ સહિત નવ પોલીસમેન સસ્પેન્ડ, ટ્રાફિક બ્રિગેડના બે કોન્સ્ટેબલને બરતરફ કરાયા: પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં રખાયા : રાજકોટ રેન્જના આઇજી સંદીપ સિંહનું આકરુ પગલું access_time 9:37 pm IST

  • દેશભરમાં આરટી-પીસીઆર ટેસ્ટનો સમાન દર રાખવા સુપ્રીમ કોર્ટમાં માગણી: બેફામ લેવાયેલ રકમો પરત અપાવવા રીટ પીટીશન : દેશભરમાં ખાનગી લેબોરેટરીઓ અને હોસ્પિટલો દ્વારા કોરોના અંગેના "આરટી-પીસીઆર" ટેસ્ટના બેફામ ભાવો કટકતાવવામાં આવ્યા છે તે પરત અપાવવા અને દેશભરમાં કોરોના ટેસ્ટ માટે ૪૦૦ રૂપિયાનો સમાન દર રાખવા માટેના હુકમ ફરમાવવા માગણી કરતી એક રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. access_time 2:37 pm IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.40 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 28,222 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 96,36,741 થઇ : એક્ટીવ કેસ 4,03,015 થયા : વધુ 33,273 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 91,334 રિકવર થયા : વધુ 335 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,40,072 થયો access_time 12:04 am IST