Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

વિશ્વભરમાં 7 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્યન દિવસ તરીકે ઉજવવામાં આવશે

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ વિશ્વભરમાં દર વર્ષે ૭ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ૧૯૯૬માં પ્રથમ વખત સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવી. જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસને સત્તાવાર માન્યતા આપી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ લોકોને સામાજિક, આર્થિક વિકાસ માટે નાગરિક ઉડ્ડયન વિશે જાગૃત કરવાનો છે. ૭ ડિસેમ્બરે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ પણ મનાવવામાં આવે છે. આધુનિક સમયમાં, લોકો મોટા ભાગે વિશ્વની મુસાફરી માટે ઉડ્ડયન સેવાઓનો સહારો લે છે. ઉપરાંત, ઉડ્ડયન સેવાઓનો ઉપયોગ વ્યવસાય ક્ષેત્રમાં પણ થાય છે. મળતી માહિતી મુજબ વિશ્વભરમાં વિમાન દ્વારા ૪ બિલિયનથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ સંયુક્ત રાષ્ટ્રની એક શાખા છે. તેની સ્થાપના શિકાગોમાં ૧૯૪૪ માં થઈ હતી. જ્યારે ૫૨વર્ષ પછી, 7 ડિસેમ્બર ૧૯૬૬ના રોજ, સંયુક્ત રાષ્ટ્રએ સત્તાવાર ઘોષણાને માન્યતા આપી. આ વર્ષથી આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસની ઉજવણી શરૂ થઈ હતી. ભારતમાં ૧૮ ફેબ્રુઆરી ૧૯૧૧ના રોજ નાગરિક ઉડ્ડયનની શરૂઆત થઈ. જ્યારે હેનરીએ પ્રયાગરાજથી નૈની સુધી ૬માઇલની મુસાફરી કરી.

(6:05 pm IST)