Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ઇટલીના એક ભાઇ સાહેબ પત્ની સાથે ઝઘડ્યા પછી ગુસ્સામાં કેટલું ચાલ્યા હશે ? પૂરા ૪૧૮ કિલોમીટર

રોમ,તા. ૫: ઇટલીના ઉત્ત્।ર ભાગના મિલાન શહેર પાસે કોમો નામનું એક નાનું શહેર છે. એ શહેરમાં એક દંપતીનો ઝઘડો થયો. ઝઘડો થયા પછી ગુસ્સાના ઝનૂનમાં ૪૮ વર્ષનો પતિ ઘરની બહાર નીકળી ગયો. આ બાબત નવી નથી. સામાન્ય રીતે કોઈ પણ ઘરમાં પરિવારના બે સભ્યો વચ્ચે દલીલબાજી કે ઝઘડો થયા પછી બહાર નીકળતી વ્યકિત એકાદ-બે કલાકમાં, દિમાગ ટાઢું પડે એટલે ઘરભેગો થઈ જાય છે, પરંતુ આ કિસ્સામાં જુદું બન્યું. ગયા મહિને આ ઘટના બની હતી. ઝઘડો થયા પછી તે ચાલતો રહ્યો, ચાલતો રહ્યો. એક અઠવાડિયા સુધી ચાલ્યો. એડ્રિયાસ્ટિક કોસ્ટ ક્ષેત્રના ગિમારા શહેરમાં પોલીસ પેટ્રોલ કારે ફ્લસ્ટોપ આવ્યું. ૪૧૮ કલોમીટર પૂરા થઈ ગયા હતા.

ઇટલીમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો હોવાથી પોલીસની નાઇટ પેટ્રોલિંગ માટે ફરતી કારે સૂમસામ શાંત રસ્તા પર એકલા માણસને ચાલતો જોયો. પોલીસે તેને આંતરીને પછય હતું કે ભાઈ, કરફ્યમાં તમે કયાં જાઓ છો? એ વખતે મધરાત  પછી બે વાગ્યા હતા. તેને પોલીસ-સ્ટેશન  લઈ જઈને પૂછપરછ કરી. તેની ઓળખ સ્પષ્ટ થઈ અને તપાસ ડરતાં જાણવા મળ્યું હતું કે એ ભાઈ ગુમ થઈ ગયા હતા અને એની ફરિયાદ તેમની પત્નીએ કોમો શહેરના પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે. એ માણસ કોઈ પણ વાહનમાં પ્રવાસ ન કરતાં દરરોજ ૬૦ કિલોમીટર ચાલીને આટલે દૂર પહોંચ્યો એ પોલીસ- અધિકારીઓ માટે આશ્ચર્યનો  વિષય હતો. તેમણે કરફ્યુ  તોડવા બદલ એ ભાઈ પાસેથી ૪૦૦ યુરો (અંદાજે ૩૬,૦૦૦ રૂપિયા)નો દંડ વસૂલ્યો અને તેની પત્નીને પરિસ્થિતિની જાણ કરી દીધી. ત્યાર પછી એ ભાઈને હોટેલમાં રૂમ બુક કરાવીને એમાં એક રાત ત્યાં જ ગાળવાનું કહ્યું હતું. બીજા દિવસે પત્ની એ હોટેલમાં પહોંચી ત્યારે ભાઈને પત્નીના તાબામાં સોંપી દેવાયા હતા.

(2:35 pm IST)