Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

પેટના દુખાવાને બદલે વાળ વધારવાની દવા અપાતાં ૨૦ બાળકોના આખા શરીર પર વાળ

લંડન,તા.૫ :  સ્પેનનાં ૨૦ બાળકોના શરીર પર અચાનક જ વેરવુલ્ફ સિન્ડોમનાં ચિહ્નો જોવા મળ્યાં હતાં. અચાનક જ આ બાળકોના હાથ, પગ, પીઠ તેમ જ છાતી પર મળી લગભગ આખા શરીરે વાળ ઊગવા માંડ્યા હતા. આમ થવાનું કારણ તપાસતાં અજીબ હકીકત બહાર આવી હતી.

વાસ્તવમાં પેટના દુખાવાની ફરિયાદ લઈને ડોકટર પાસે ગયેલાં આ બાળકોને જે દવા આપવામાં આવી એમાં પેટની તકલીફ માટે આપવામાં આવતી ઓમેપ્રોઝોલને બદલે વાળના વિકાસને ઉત્ત્।ેજિત કરતા મિનોકિસડિલ નામની દવા આપવામાં આવી હતી. હકીકતમાં કેપ્સ્યૂલ ગળી શકે એટલાં મોટાં બાળકો ન હોવાથી તેમને સીરપના ફોર્મમાં દવા આપવામાં આવી હતી અને દવા બનાવનારી કંપનીની ભૂલને કારણે ગ્રેનેડા અને વેલેન્સિયાની ફાર્મસીમાં બોટલ પરના લેબલિંગમાં ગોટાળાવાળી દવા પહોંચવાને કારણે આ તકલીફ થઈ હતી. જે બાળકોમાં આ તકલીફ જોવા મળી છે તેઓના વાળ વધવાની સમસ્યા હજી પણ છે. 

(2:34 pm IST)