Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

બાળકોની દેખરેખ માટે ધન એકત્ર કરવા આખું ગામ એકસાથે થયું નગ્ન : કરાવ્યું ફોટોશૂટ : છપાશે કેલેન્ડર

માળી, પર્સનલ ટ્રેઈનર અને મેકેનિક પણ થયા ન્યૂડ

 

લંડનઃ આઈવેડ નામના એક ગામમાં રહેતા લોકોએ નગ્ન થઈને ફોટોશૂટ કરાવ્યું હતું. આખા ગામને નગ્ન થઈને ફોટોશૂટ એક કેલેન્ડર માટે કરવામાં આવ્યું હતું. જેનો હેતુ ચેરિટી માટે ધન એકઠું કરવાનો હતો. આ કાર્યક્રમમાં ગામના 24 લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી એક માળી, પર્સનલ ટ્રેઈનર અને મેકેનિકનો સમાવેશ થતો હતો.

  આ ફોટોશૂટમાં ફોટોગ્રાફર્સે પણ ભાગ લીધો હતો. એક રિપોર્ટ અનુસાર આઈવેડ ફોટોશૂટ 2019નું આયોજન બાળકોની દેખરેખ માટે ધન એકઠાં કરવાના ઉદ્દેશ્યથી યોજાયું હતું. આ આઈડિયા લોરા ચીઝમેન નામની એક બ્યૂટિશ્યિનનો હતો. 39 વર્ષની લોરા ગામમાં આશરે 15 વર્ષથી રહે છે. તેણે કહ્યું કે,’મને બે અઠવાડિયા પહેલા જ આ વિચાર આવ્યો તો અમે ફેસબુક પર શૅર કર્યો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અનેક લોકો આવ્યાં હતાં. હું ઈચ્છતી હતી કે કંઈક એવું કરું જેનાથી લોકો ખુશ થાય અને એકસાથે આવે.

  લોરાએ કહ્યું કે ઠંડીને કારણે અનેક લોકોએ પરેશાની થશે તેવું જણાવ્યું હતું પરંતુ દરેક લોકોએ સાથ આપ્યો અને કપડા ઉતાર્યાં હતાં. ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે,’મને આવું કરવામાં શરમ આવી પરંતુ જ્યારે મને જાણ થઈ કે બાળકો માટે આવું કરવામાં આવી રહ્યું છે ત્યારે મેં પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.તેણે કહ્યું કે પહેલીવાર તે નેકેડ થયો હતો કારણકે આ કામ ભલાઈનું હતું. પહેલીવાર આશરે 100 કેલેન્ડર છાપવામાં આવશે. જેનાથી 1200 યુરોની કમાણી થઈ શકે છે.

 

(1:01 am IST)