Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ઓસ્ટ્રેલિયા Whatsapp અને ટેલીગ્રામ મેસેજની દેખરેખ માટે કડક કાયદો ઘડવાની કરે છે તૈયારી

જરૂરિયાત સમયે યૂઝર્સે તેનો સ્માર્ટફોન પણ બતાવવો પડશે.

ઓસ્ટ્રેલિયા એક એવો કડક નિયમ લાવવા પર વિચાર કરી રહી છે જે સરકારી તપાસ એજન્સીઓને વ્હોટ્સએપ અને ટેલીગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મેસેજ પર દેખરેખ રાખવાનો અધિકાર આપશે. આ સિવાય આ કાયદા હેઠળ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને જરૂરિયાત સમયે યૂઝર્સે તેનો સ્માર્ટફોન પણ બતાવવો પડશે.

  વિવાદીત એનક્રિપ્શન બિલ એનક્રિપ્ટિડ પ્લેટફોર્મનો ઉપયોગ અફવાઓ, ભડકાઉ ભાષણો અને ત્યાં સુધી કે બાળ તસ્કરી અને માદક પદાર્થોના વ્યાપાર જેવી ગુનાખોરી ગતિવિધિઓ માટે કરાઇ રહ્યો છે. ભારત જેવા દેશોમાં વ્હોટ્સએપના માધ્યમથી પ્રસારિત થયેલા મેસેજથી લિન્ચિંગ (હત્યા)ના ઘણાં મામલા સામે આવ્યા બાદ ભારત સરકારે આ પ્લેટફોર્મ પરથી યોગ્ય પગલા ઉપાડવા માટે કહેવુ પડ્યુ હતું. પરંતુ ઓસ્ટ્રેલિયાના નવા પ્રસ્તાવિત ગોપનીયતા સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થશે. ઓસ્ટ્રેલિયન સરકાર કંપનીઓને સ્પાઇવેર બનાવવા માટે મજબૂર કરી શકે છે.

  ન્યૂઝ ડૉટ કૉમ ડૉટ એયૂની બુધવારની રિપોર્ટ મુજબ, પ્રસ્તાવિત કાયદો કંપનીઓને ઇલેક્ટ્રૉનિક પ્રોટેક્શન હટાવવા માટે મજબૂર કરી શકે છે, જેનાથી તપાસમાં સહાયતા માટે શંકાસ્પદ ડિવાઇસની જાણકારી મેળવવા અને ડિઝાઇન સ્પેસીફિકેશન જેવી ટેકનિકલ માહિતી નિકાળવામાં સરકારી એજન્સીઓની મદદ મળી શકે.

(10:47 pm IST)