Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સોશિયલ સાઈટ ક્યોરા પર સાઇબર હુમલો : 10 કરોડ યુઝર્સનો ડેટાની ચોરી

કોઈ થર્ડ પાર્ટી ખોટી રીતે તેમની સિસ્ટમ સુધી પહોંચી અને લોકોનો ડેટા ચોરી લીધા

અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત સવાલોનો જવાબ આપતી સોશિયલ સાઈટ ક્યોરા પર તાજેતરમાં જ એક સાઈબર હુમલો થયો છે. ક્યોરાની સાઈટ પર એટેક કરનારા હેકરે અંદાજે 10 કરોડ યુઝર્સના એકાઉન્ટ્સમાંથી તેમના નામ, ઈ-મેલ અને ઈનક્રિપ્ટેડ પાસવર્ડ્સ તથા ઈમ્પોર્ટ કરાયેલો ડેટા ચોરી લીધો છે.

   જેમનો ડેટા ચોરાયો છે તે બધા લોકોના એકાઉન્ટ કંપની લોગઆઉટ કરી રહી છે. જે લોકોના એકાઉન્ટમાંથી ડેટા ચોરાયો છે, ક્યોરા તે બધા લોકોને આ ચોરી અંગે ઈ-મેલથી માહિતી મોકલી રહી છે.  

      ક્યોરા સીઈઓ એડમ ડી'અંગેલોએ તેમના એક બ્લોગમાં સોમવારે મોડી રાતે આ માહિતી આપતા જણાવ્યું હતુ કે કોઈ થર્ડ પાર્ટી ખોટી રીતે તેમની સિસ્ટમ સુધી પહોંચી અને લોકોનો ડેટા ચોરી લીધા છે.

(9:10 pm IST)