Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

યુ ટ્યુબ પર સૌથી વધારે કમાણી કરનાર વ્યક્તિ બન્યો આ 7 વર્ષીય બાળક

નવી દિલ્હી:યુટ્યુબ પરથી કમાણી વિશે તો તમે સાંભળ્યું હશે. પણ કમાણી સાંભળીને તમે ચોક્કસથી ચોંકી જશો.સૌથી વધારે કમાણી કરનાર યુટ્યુબ પરની સેલીબ્રીટી કરનારની ઉંમર માત્ર સાત વર્ષની છે. સાત વર્ષનો રયાન યુટ્યુબ પર ઘણો પોપ્યુલર છે. તે રમકડા વિશેના વિડીયો અપલોડ કરતો રહેતો હોય છે જેના વ્યુ મિલિયનની સંખ્યામાં હોય છે.

રયાન સ્કુલમાં ભણે છે.ફોર્બ્સની યાદી પ્રમાણે રમકડાના રીવ્યુ આપનાર રયાને જુન ૨૦૧૭-૨૦૧૮ વચ્ચે યુટ્યુબથી ૨૨ બિલિયન ડોલરની કમાણી કરી છે. યુટ્યુબ ચેનલ ત્રણ વર્ષ જૂની છે. ત્રણ વર્ષમાં આટલી સંખ્યામાં વ્યુસર્સ હોવા આશ્ચર્યજનક વાત છે.

 

 

 

(7:02 pm IST)