Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

૬૯ વર્ષના આ ભાઇની કાનૂની રીતે ૪૯ વર્ષના થવાની મુરાદ પૂરી નહીં થાય

લંડન, તા. પ : થોડાક વખત પહેલા ડેન્માર્કના એમિલ રેટલબેન્ડ નામના ૬૯ વર્ષના મોટિવેશનલ સ્પીકરે સ્થાનિક કોર્ટમાં અપીલ કરી હતી કે તે પોતાને યુવાન મહેસૂલ કરતો હોવાથી તેને કાનૂની રીતે વીસ વર્ષ નાનો થવાની છૂટ આપવામાં આવે. મતલબ કે આ ભાઇએ પોતાની ઉંમર લીગલી ૬૯માંથી ૪૯ કરવાની અરજી દાખલ કરી હતી. જોકે બે વાર કોર્ટે તેમની વાત સાંભળીને આખરે ચૂકાદો આપી દીધો છે કે જો ભાઇને યંગ ફીલ કરવું હોય તો કરે, એમ કરવામાં કાનૂન તેમને માટે કોઇ બાધા પેદા નથી કરતું. તમે યંગ હોય એવું વર્તન કરવા મુકત છો, પરંતુ કાનૂની રીતે વીસ વર્ષ નાના થવાની પરવાનગી નહીં જ મળે.

(4:12 pm IST)