Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સુંદર ત્વચાની સુંદરતાને બનાવી રાખવા...

જેમ ઋતુ પરીવર્તન થાય છે, તેની સાથે તમારા ચહેરામાં પણ પરીવર્તન આવે છે. શિયાળામાં ત્વચા સંબંધી કેટલીય મુશ્કેલીઓ ઉભી થાય છે. જેમની ત્વચા ડ્રાઈ હોય તેને શિયાળામાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આ ઋતુમાં ત્વચા સૂકી થઈ જાય છે અને ત્યારે ત્વચાને કોમળ બનાવી રાખવી ખૂબ જ જરૂરી છે. તો જાણો તમારી સુંદર ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે શું કરવુ જોઈએ.

મોશ્ચરાઈઝર : શિયાળામાં ચહેરા પર મોશ્ચરાઈઝીંગ ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે તેનાથી ત્વચા કોમળ બની રહે છે. એ વાતનું ખૂબ જ ધ્યાન રાખવુ કે શિયાળામાં વધારે સમય સુધી સ્નાન ન કરવુ જોઈએ અને બને તો સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે તેનાથી ત્વચા સૂકી થઈ જાય છે. તેના બદલે તમે મોશ્ચરાઈઝીંગ ક્રીમનો ઉપયોગ કરી શકો છો.

સ્ક્રબ : આ ઋતુમાં સાબુથી દૂર રહેવુ જોઈએ. ઉપરાંત સ્ક્રબનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે તેનાથી ત્વચા ડ્રાઈ થઈ જાય છે. ત્વચા પર નમી બનાવી રાખવા તમે ક્રીમનો ઉપયોગ કરી શકો છો.

નવશેકુ પાણી : શિયાળામાં સ્નાન કરવા માટે નવશેકા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ, વધારે ગરમ પાણીથી સ્નાન ન કરવુ જોઇએ. તેનાથી ત્વચા કાળી પડી શકે છે અને ૧૦ મિનીટથી વધારે સ્નાન ન કરવુ જોઈએ.

(10:01 am IST)