Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

તમે પણ આંખના દર્દથી હેરાન છો?

કોમ્પ્યુટર અને લેપટોપ ઉપર લાંબા સમય સુધી કામ કરવાથી, મોબાઈલના વધારે ઉપયોગથી અથવા પ્રદુષણના કારણે આંખોમાં દર્દ થવા લાગે છે. આંખનું ઈન્ફેકશન પણ દર્દ અને બળતરાનું મુખ્ય કારણ હોઈ શકે છે. આંખ તમારા ચહેરાનું સૌથી સંવેદનશીલ અંગ છે. તેથી તેમાં થોડો દુઃખાવો કે બળતરા પણ ચિંતાનું કારણ બની શકે છે. જ્યારે આંખોના સ્વાસ્થ્યની વાત આવે, તો કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવુ જોઈએ. તેથી ઘરગથ્થુ ઉપચાર માટે તમે આ ઉપાય કરી શકો છો.

સતત આંખો પલકારવી : જો તમને એવુ લાગે છે કે કોઈ બહારની વસ્તુ આંખમાં પડવાને કારણે આંખમાં દુઃખાવો થાય છે, તો સતત વારંવાર આંખો પલકારવાની કોશિશ કરો. જેથી કચરો આંસુ સાથે આંખમાંથી બહાર નીકળી જાય. નિયમીત સમયાંતરે આંખો પલકારવાથી આંખોના પ્રવાહમાં સુધાર આવે છે.

પાણીથી આંખો ધોવી : આંખોમાં દર્દ થાય ત્યારે આંખોને પાણીથી ધોવી શ્રેષ્ઠ ઉપાય છે. આંખોને સાફ પાણીથી ધોવાથી આંખો વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય છે. જેનાથી આંખોને રાહત મળે છે.

ભીનુ કપડુ આંખ પર રાખવુ : આંખો પર કપડુ ભીનુ કરીને રાખવાથી રાહત મળે છે. તે ખંજવાળથી પણ તમને રાહત અપાવે છે. જે કોઈ પણ પ્રકારની એલર્જીના કારણે થઈ શકે છે.

માલિશ : જો તમે વધારે તનાવગ્રસ્ત છો અને તમે લેપટોપ અને કોમ્પ્યુટર સ્ક્રીન સામે કલાકો સુધી કામ કરો છો, તો આંખોની માલિશ અવશ્ય કરવી જોઈએ. આંખોની માલીશ માઈગ્રેનના કારણે થતા દર્દથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ છે.

(7:05 pm IST)