Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં વધુ એક હિન્દૂ મંદિર પર કટ્ટરવાદીઓનો જીવલેણ હુમલો

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) માં સિંધ પ્રાંતમાં વધુ એક હિંદુ મંદિર પર કટ્ટરવાદીઓએ હુમલો કર્યો છે અને તોડફોડ કરી છે. અહીં આવેલા આશરે 300 જેટલા હિંદુ પરિવારના મકાનો પર પણ એક ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતા ટોળુ વિખેરાઇ ગયું હતું.

          પોલીસના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા શીતલ દાસ કમ્પાઉન્ડમાં આશરે 300 હિંદુ પરિવાર અને 30 જેટલા મુસ્લિમ પરિવાર રહે છે. અચાનક વિસ્તારના મુખ્ય દરવાજા પર મુસ્લિમોનું એક મોટુ ટોળુ એકઠું થયું હતું અને હિંદુ પરિવાર પર હુમલાની તૈયારી કરી રહ્યું હતું એવામાં કમ્પાઉન્ડમાં રહેતા મુસ્લિમ પરિવાર હિંદુઓના બચાવમાં ઉતરી આવ્યા હતા અને મુખ્ય દરવાજાને બંધ કરી દીધો હતો.

(5:08 pm IST)