Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

યુવતીએ આંખમાં બનાવ્યું ટેટુ: થઇ આવી ખતરનાક હાલત

નવી દિલ્હી: દુનિયામાં એવા ઘણાબધા લોકો હોય છે જે પોતાનો શોખ પૂરો કરવા માટે કોઈ પણ કિંમતે ચિંતા કર્યા વગર કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આવી જ એક યુવતી છે જે ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં રહે છે અને તેમને ટેટુ કરાવવાનો એટલો બધો શોખ છે કે તેમને પોતાના શરીર પર 200થી વધારે ટેટુ બનાવ્યા છે. એબર નામની આ યુવતીને ટેટુ મેકિંગની દુનિયામાં ડ્રેગન ગર્લના નામથી ઓળખવામાં આવે છે પરંતુ આ ટેટુ કરાવવાનું જૂનું તેમના માટે હાલમાં ખતરનાક સાબિત થઇ ગયું છે.

                 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા એબરને પોતાની આંખમાં ટેટુ કરાવવાથી આંખની રોશની ગુમાવી દેવાની નોબત આવી છે. આ ટેટુ બનાવવા માટે તેમને 26000 ડોલર એટલે કે અંદાજે 18.37 લાખ રૂપિયા આપ્યા હતા અને તે સફેદ આંખને દુધિયા કરવા ઇચ્છતી હતી. આ કારણોસર તેમને આંખની રોશની ગુમાવી દેવાની નોબત આવી છે.

(6:28 pm IST)