Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પાકિસ્તાનમાં લોકો કબર ખોદીને મૃતદેહ સાથે દુષ્કર્મ આચરતા હોવાની વાત સામે આવતા અરેરાટી

નવી દિલ્હી: પાકિસ્તાનના કરાચીથી થોડાક અજાણ્યા લોકોદ્વારા એક શરમજનક કામ કર્યું હોવાની ખબર સામે આવી છે. જ્યાં લાંધિ શહેરમાં કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલ એક મહિલાના મૃતદેહને કબરમાંથી કાઢીને લોકો તેની સાથે સામુહિક દુષ્કર્મ આચરી રહ્યા હતા.

              મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતકના કબરને લોકોએ પહેલા બહાર કાઢી અને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનાના એક દિવસ પહેલા આ મહિલાના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. આ ઘટનાને અંજામ આપવા માટે હજુ સુધી કેટલા લોકોનો સમાવેશ થાય છે તે વિષે તપાસ ચાલી રહી છે.

(6:25 pm IST)