Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ચિલીમાં 6.0ની તીવ્રતાના ભીષણ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ચિલીમાં સોમવારના રોજ 6.0ની તીવ્રતાના ભીષણ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. જેના કારણે રાજધાનીમાં દીવાલો હચમચી ગઈ હતી જ્યાં એક સરકાર વિરોધી પ્રદર્શન ચાલી રહ્યું હતું. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ યુએસજીએસના મુજબ ભૂકંપ સાંજના 6 વાગ્યાને 53મિનિટની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા જે ઉતરી શહેર ઈલેપપેલ નજીક કેન્દ્રિત હતું.

           ભૂકંપના કારણોસર રાજધાનીમાં બિલ્ડીંગો સંપૂર્ણ રીતે હચમચી ગઈ હતી ચિલીના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ ભૂકંપની તીવ્રતા પહેલા 6.1ની જણાવી હતી ત્યારબાદ 6.3ની આંકવામાં આવી છે. હજુ સુધી આ ભૂકંપના જટકાના કારણે કોઈ પણ નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.

(6:24 pm IST)