Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સાઉદી અરબ,યુએઈથી 2400થી પણ વધારે પાકિસ્તાની કેદીઓને મુક્ત કરવામાં આવ્યા

નવી દિલ્હી: સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત યુએઈની  જેલમાં બંધ 2400થી પણ વધારે પાકિસ્તાની કેદીઓને છેલ્લા એક વર્ષમાં મુક્ત કરાવવામાં આવ્યા છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા આ વાત મળી રહી છે. પાકિસ્તાનના પીટીઆઈ સરકારના પ્રથમ વર્ષ દરમ્યાન સાઉદી અરબથી 1245 કેદીઓ અને અમિરાતથી 1200 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જે અભૂતપૂર્વ છે.

                સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જયારે પીટીઆઈ સરકાર સત્તામાં આવી હતી ત્યારે સાઉદી જેલમાં લગભગ 3300 પાકિસ્તાની કેદ હતા જયારે યુએઈમાં2521 કેદીઓ જેલમાં સજા ભોગવી રહ્યા હતા.

(6:24 pm IST)