Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

એક સર્વે અનુસાર જર્મની સહિત ૬ દેશોના લોકોને સરકારે આપેલી માહિતી પર વિશ્વાસ નથી

ઉત્તર યુરોપના લોકો લોકતંત્રના ભાવિ અંગે ચિંતીત

સોફિયા (જર્મની) : બર્લિનની દિવાલ તુટયાના ૩૦ વર્ષ પછી પણ ઉતર યુરોપના મોટાભાગના દેશોમાં લોકો લોકતંત્રના ભાવિ, સરકાર અને મીડીયાની ભુમિકા બાબતે ચિંતીત છે.

પુર્વ યુરોપમાં થયેલા એક સર્વે અનુસાર, સર્વેમાં સામેલ સાતમાંથી છ દેશોના પ૧ થી ૬૧ ટકા લોકોનું માનવુ છે કે તેમના દેશમાં લોકશાહી જોખમમાં છે. તેમને સરકાર અને મીડીયા  દ્વારા અપાતી માહિતીઓ પર વિશ્વાસ નથી.  ૧રપ૦૦ લોકો પર કરાયેલ યુગોવ સર્વેમાં બલ્ગેરીયાને છોડીને ઝેક રીપબ્લીક જર્મની હંગેરી, પોલેન્ડ, રોમાનીયા અને સ્લોવેકીયા દેશોના નાગરીકો દેશમાં લોકશાહી ખતરામાં હોવાનું કહી રહયા છે. આસર્વેમાં જોર્જ સોરોસના ઓપન સોાસયટી ફાઉન્ડેશન તરફથી પ્રકાશીત કરાયોછે. મોટાભાગના લોકોએ ચુંંટાયેલી સરકાર તરફથી ખતરો ગણાવ્યો હતો.

બલ્ગેરીયા, રોમેનીયા અને હંગેરીની બહુમતી અને સ્લોવેકીયા, પોલેન્ડ તથા જર્મનીત થા ઝેક ગણરાજયની લઘુમતી વસ્તીનું માનવુ છે કે ખુલી હવામાં શવાસ લેવો મશ્કેલ છે. તેમની પૃષ્ઠભુમિ, જાતિયતા અને યૌન અભિગમ પણ જોખમમાં છે. સર્વેમાં બહાર આવ્યું કે લોકોમાં સતાને પડકાર આપવાની પ્રબળ ભાવના અને વિરોધ માટેની તત્પરતા જોવા મળી. સ્લોવેકીયા, ઝેક ગણરાજય, પોલેન્ડ અને રોમાનીયામાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ સિવિલ સોસાયટી અને યુવાઓએ સખત વિરોધ કર્યો. જયારે બલ્ગેરીયામાં બુડાપેસ્ટની સ્થાનિક ચુંટણીમાં સતાધારી પક્ષ ભુંડા હાલે હાર્યો હતો.

સર્વે અનુસાર, બલ્ગેરીયા, હંગેરી, રોમાનીયા, પોલેન્ડમાં લગભગ એક તૃત્યાંશ અને જર્મનીમાં એક પંચમાંશ લોકો માને છે કે તેમના દેશમાં ચુંટણીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ નહોતી. એક ચતુથાંશથી ઓછા લોકોને એવું લાગયું કે ૧૯૮૯ની સરખામણીએ અત્યારે દુનિયા વધુ સુરક્ષીત છે.

(3:33 pm IST)