Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

અમેરિકના આકરા નિયંત્રણોના વિરોધમાં ઈરાનમાં દેખાવો : હજારો લોકોનું રસ્તામાં પ્રદર્શન : સુત્રોચાર

અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલાં 'અત્યાર સુધીના સૌથી આકરા પ્રતિબંધ' ઉપર સોમવારથી અમલ થઈ ગયો હતો  ત્યારબાદ સમગ્ર ઈરાનમાં અમેરિકા વિરોધી દેખાવો શરૂ થઈ ગયા હતા.

 ઈરાન સાથે વર્ષ 2015માંથી અમેરિકાની ટ્રમ્પ સરકાર ખસી ગઈ છે. હવે ઈરાન તથા જે દેશો તેની સાથે વેપાર કરે તેની ઉપર ટ્રમ્પ સરકાર દ્વારા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.અમેરિકન પ્રતિબંધોને કારણે ઇરાનના પેટ્રોલિયમ, જહાજી તથા બૅન્કિંગ સેક્ટરને અસર પહોંચે તેમ છે.

 ઈરાનમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને 'અમેરિકાનો નાશ કરો'ના નારા લગાવ્યા હતા. દેખાવકારોની માગ હતી કે અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવામાં આવે.

(10:35 pm IST)