Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

સૂકી ઉધરસથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય

ઋતુમાં બદલાવ આવવાથી સૂકી ઉધરસની સમસ્યા થવાની સંભાવના વધુ રહે છે. આ ઉપરાંત વધારે ઠંડી અથવા ખાટી વસ્તુઓથી પણ ગળુ ખરાબ થઈ જાય છે. સૂકી ઉધરસથી આરામ મેળવવા માટે તમે આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.

ડુંગળી : સૂકી ઉધરસ થઈ જતા અડધી ચમચી ડુંગળીના રસમાં ૧ નાની ચમચી મધ મિકસ કરી દિવસમાં બે-ત્રણ વાર પીવુ.

લીંબુ : લીંબુના રસમાં મધ મિકસ કરી દિવસમાં ૪ વાર સેવન કરવાથી ગળાની ખરાશ દૂર થાય છે.

મરી : મરી પાવડરને ઘીમાં શેકીને ખાવાથી ઉધરસથી છૂટકારો મળે છે.

 

(10:27 am IST)