Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

જાણો લીલી મેથીના ઔષધીય ગુણો

શિયાળો શરૂ થતા જ બજારમાં લીલા પાંદડાવાળા શાકભાજી આવવા લાગે છે. જેમાંથી એક છે લીલી મેથી.. તેમાં કેટલાય ઔષધીય ગુણો હોય છે, જે આપણા શરીરને બિમારીઓનો શિકાર થતા બચાવે છે. જાણો લીલી મેથી ખાવાથી થતા અનેક ફાયદા..

પેટ માટે ફાયદાકારક : મોટા ભાગના લોકોને પેટ સંબંધી સમસ્યાઓ જેવી કે કબજીયાત, ગેસ જેવી સમસ્યાઓ થતી હોય છે. તેના માટે મેથી વરદાન સમાન છે. લીલી મેથીનું શાક ખાવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને પેટની સમસ્યાઓ દૂર રહે છે.

પગ દર્દ : તમે વૃધ્ધ લોકોને શિયાળામાં મેથી અને મેવાના લાડવા ખાતા જોયા હશે. કારણ કે તેનાથી પગનો દુઃખાવો અને તે સંબંધી સમસ્યાઓ થતી નથી. મેથી દાણાની જેમ તેના પાંદડામાં પણ તે જ ગુણ હોય છે, જેને તમે શાક તરીકે ખાઈ શકો છો.

ડાયાબિટીસ : ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીનું સેવન ફાયદાકારક છે. જો ડાયાબિટીસના દર્દી દરરોજ મેથીના પાંદડાનો રસ કાઢીને પીવે તો તેનાથી વધેલી શુગર નિયંત્રીત રહે છે.

હૃદયને સ્વસ્થ રાખે : દરરોજ મેથીના શાકનું સેવન કરવાથી હૃદયની બિમારીઓ દૂર રહે છે. મેથી ખાવાથી હાર્ટ એટેક થવાની સંભાવના ઓછી રહે છે અને હૃદય સ્વસ્થ રહે છે.

વજન ઘટે છે : નિયમીત મેથીનું શાક અથવા મેથી દાણાનું ચૂર્ણ ખાવાથી વજન નિયંત્રીત રહે છે. સાથે શરીરમાંથી ચરબી ઓછી થાય છે. જો વજન ઓછુ કરવા ઈચ્છો છો, તો મેથીને તમારા ડાયટમાં સામેલ કરો.

(10:27 am IST)