Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

5 વર્ષ બાદ જાપાન પરથી પસાર થઇ કોરિયન મિસાઈલ

નવી દિલ્હી: નોર્થ કોરિયાએ મંગળવારે જાપાન તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે નોર્થ કોરિયાએ તેના પૂર્વ કિનારેથી એક બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. એક અઠવાડિયાની અંદર કોરિયાએ આ પાંચમી મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. 2017 પછી નોર્થ કોરિયાની આ પહેલી મિસાઈલ છે, જે જાપાન પરથી પસાર કરવામાં આવી હોય. મિસાઈલ જાપાનથી લગભગ 3,000 કિમી દૂર પ્રશાંત મહાસાગરમાં પડી હતી. નોર્થ કોરિયાની આ કૃત્ય પછી જાપાનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિસાઈલ લોન્ચ અંગેની જાણકારી બાદ જાપાનની સરકારે તમામ નાગરિકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરવા કહ્યું છે. જાપાનના વડાપ્રધાન ફુમિયા કિશિદાએ લોન્ચને હિંસક વ્યવહાર દર્શાવી તેની નિંદા કરી છે. જાપાને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની ઇમર્જન્સી બેઠક બોલાવી છે. જાપાની સરકારે હોકાઇડો આઇલેન્ડના લોકો માટે એલર્ટ જાહેર કર્યું છે, સાથે જ કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. UN નોર્થ કોરિયાના બેલિસ્ટિક અને પરમાણુ હથિયારોનું પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

(7:24 pm IST)