Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ઇરાકમાં થયેલ હિંસા પ્રદર્શનમાં મ્રુતકઆંક વધીને 65એ પહોંચ્યો

નવી દિલ્હી: ઇરાકમાં સરકાર વિરુદ્ધ થયેલ હિંસક પ્રદર્શન દરમ્યાન થયેલ હિંસામાં મ્રુતકઆંક વધીને 65 પહોંચી ગયો છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હિંસાના કારણે મૃતક આંક વધીને 65 પહોંચ્યો છે તેમજ ઘાયલ લોકોની સંખ્યા 1936 પહોંચી છે. ઇરાકના બગદાદ તેમજ વિભિન્ન શહેરોમાં ગયા મંગળવારથી આર્થિક સુધારો તેમજ ભ્રસ્ટાચાર પૂર્ણ થવાની માંગને લઈને પ્રદર્શનકારીઓએ જગ્યા જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે હાલત તનાવપૂર્ણ થઇ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:51 pm IST)