Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

અલ્જીરિયામાં આતંક રોધી અભિયાન: સેનાએ એક આતંકવાદીને મોતનેઘાટ ઉતાર્યો

નવી દિલ્હી: અલ્જીરિયાના ઉત્તરપશ્ચિમી પ્રાંત એઇન ડેલ્ફમાં શુક્રવારના રોજ આતંક રોધી અભિયાન હેઠળ સેનાએ એક આતંકવાદીને મોતનેઘાટ ઉતાર્યો છે અલ્જીરિયાના રક્ષા મંત્રાલય દ્વારા વાતની જાણકારી મળી રહી છે. વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદથી લડવા માટે અભિયાન હેઠળ સેનાના જવાનોએ એઇન દિલફા પ્રાંતના અમરોઉના વિસ્તારમાં શુક્રવારના રોજ એક આતંકવાદીને મોતનેઘાટ ઉતારીને તેમની બંધુક જપ્ત કરી લીધી છે.

                પહેલા પણ ગુરુવારના રોજ સેનાએ વિસ્તારમા એક આતંકવાદીને ઠાર માર માર્યો હતો અને તેમની પાસેથી બંધુક અને ગોળા બારૂદ જપ્ત કર્યા હતા. છેલ્લા ઘણા વર્ષોમાં અલ્જીરિયામાં સુરક્ષા સ્થિતિમાં ફેરફાર થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:47 pm IST)