Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

બ્રિટનની સંસદમાં બેઠેલા ચિમ્પાન્ઝીઓવાળું પેઇન્ટિંગ વેચાયું ૮૭ કરોડ રૂપિયામાં

આપણે ઘણી વાર જોયું છે કે જૂના અને જાણીતા પેઇન્ટરના ક્રીએશન્સ લાખો અને કરોડોમાં વેચાય છે, પણ અજાણ્યા લોકોની કલાની એટલી કદર નથી થતી, જો કે તાજેતરમાં બ્રિટના એક અજાણ્યા સ્ટ્રીટ આર્ટિસ્ટે બનાવેલી સામાજિક પોલિટિકલ ટિપ્પણી કરતી તસ્વીરને અધધધ પ્રોત્સાહન મળ્યું હતું. ડેવલપ્ડ પાર્લામેન્ટ શીર્ષક ધરાવતા આ ચિત્રમાં બ્રિટનની સંસદ છે અને એમાં બધી જ બેઠકો પર વાંદરા બેઠેલા દેખાડાયા છે સોથબી ઓકશન હાઉસને લાગતું હતું કે આ તસ્વીર ૧૩ થી ર૦ કરોડ રૂપિયામાં વેચાશે. જો કે જયારે ઓકશન થયું ત્યારે માત્ર ૧૩ જ મિનિટમાં એ૮૭ કરોડ રૂપિયામાં વેચાયું હતું. જે એક રેકોર્ડ છે.

(12:57 pm IST)