Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

પ્રેગ્નન્ટ પત્નીને બેડરેસ્ટ કરવાનો હતો એટલે પતિએ એકલાએ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું

લંડન તા. પ : ખાસ કરીને પહેલું બાળક અવતરવાનું હોય ત્યારે નવા બનનારા મમ્મી-પપ્પાઓમાં ઘણો ઉત્સાહ હોય છે. આવાં યુગલોમાં આજકાલ મેટરનિટી ફોટોશૂટનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છ.ે કેન્ટુકીમાં રહેતા એક કપલે. કરાવેલું મેટરનિટી ફોટોશૂટની તસ્વીરો વાઇરલ થઇ છે એનુ઼ કારણ છે કે એમાં યુગલ નહીં માત્ર પતિ એકલો જ છ.ે વાત એમ છે કે જેરેડ બ્રુઆર નામના ભાઇની પત્નીને પ્રેગ્નન્સ્ી દરમ્યાન ડોકટરે કમ્પ્લીટ બેડરેસ્ટ કરવાનું કહ્યું હતું. જો સહેજ પણ એ વાતને હળવાશથી લેવામાં આવે તો પ્રેગ્નન્સીમાં જોખમ ઉભું થઇ શકે એમ હતું. બીજી તરફ યુગલનો મેટરનિટી ફોટોશૂટ કરવાનો અભરખો અધુરો રહી ગયેલો. એ પુરો કરવા માટે જેરેડે એક નુસખો અજમાવ્યો. ભાઇસાહેબને આમેય ફાંદ જેવું નીકળી આવેલું હતું જ એટલે પેણે એ ફાંદને જાણે પ્રેગ્નન્ટ પત્નીનું પેટ હોય એમ રજુ કરીને જાતજાતના પોઝમાં તસ્વીરો પડાવી હતી. ઝરણામાં ઘુંટણસમાણા પાણીમાં ઉભા રહીને તેણે જાણે ખરેખર જ પોતાના પેટમાં બાળક હોય એવી અદ્દાથી તસ્વીરો પડાવી હતી. એ વખતે તો તેમણે એ ફોટો પડાવીને જાતે જ ખુશ થઇ લીધું પણ જયારે ગયા અઠવાડિયે તેમને એક સ્વસ્થ બાળકનો જન્મ થયો એ પછીથી જેરેડે પોતાની આ અળવીતરી તસ્વીરો સોશ્યલ મીડિયામાં શેર કરી હતી. આ ફોટોશૂટ જોઇને તેની પત્ની કેલ્સી પણ ખૂબ ખુશ થઇ ગઇ હતી.

(11:41 am IST)