Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ચીનની યાત્રા વેળાએ ઇન્ટરપોલ ચીફ મેંગ હોંગવાઇ અચાનક થયા ગાયબ

મેંગ ચીનમાં સિનિયર કોમ્યુનિસ્ટ પાર્ટી અધિકારી પણ છે.

આંતરાષ્ટ્રીય પોલીસ એજન્સી ઇન્ટરપોલના ચીફ 65 વર્ષીય મેંગ હોંગવાઇ અચાનક ગાયબ થઇ ગયા છે. આ બાબતે ફ્રાંસે તપાસ શરૂ કરાવી છે.

  ઇન્ટરપોલ ચીફે ફ્રાંસના લ્યોન સિટીમાં આવેલા તેમના કાર્યાલયને એક સપ્તાહ પહેલા ચીનના પ્રવાસ માટે છોડ્યું ત્યાર બાદથી તેમના પરિવાર સાથે વાત થઇ નથી. તેઓ ફ્રાન્સમાં તો ગાયબ નથી જ થયા. મેંગ ચીનમાં સિનિયર કોમ્યુનિસ્ટ પાર્ટી અધિકારી પણ છે.

(10:41 pm IST)