Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ખિસકોલીએ સાપને આપી માત

નયુયોર્ક તા ૫ : જયારે જીવ બચાવવાની વાત આવે ત્યારે ગમે એવું નબળું પ્રાણી પણ બચવા માટે પોતાનું તમામ જોર લગાવી દેછે. આવી જ એક ઘટના કોલિફોર્નિયામાં બની જેનો વિડીયો વાઇરલ થયો છે. એક ઝાડી પાસે સાપ ખિસકોલીએ બનાવેલા માળામાં તરાપ મારવાની કોશિશ કરે છે.એ વખતે બાજુમાં ફરતીખિસકોલી એ જોઇ જાય છે અને ક્ષણનોય વિલંબ કર્યા વિના સાપ પર હુમલો કરી દે છે. સાપની પુછડી પર બટકા ભરીને એ પોતાના ઘરને બચાવવાની કોશિશમાં લાગેલી રહે છે. સાપ વળતો ફુંફાડો મારે છે અને ખિશકોલીને પાશમાં બાંધીને મારવાના પ્રયત્નો પણ કરે છે. જોકે ખિસકોલી ખૂબ ચપળતા દાખવીને દરેક વખતે એના તીક્ષ્ણ દાંતથી બટકા ભરીને છટકી જાય છે. આખરે ખિસકોલીના બટકાથી બચવા માટે સાપ ત્યાંથી ઊભી પુંછડીએ નાસે છે.

(3:52 pm IST)