Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

અમેરિકામાં સુપ્રિમના જજ સામે યોૈન હુમલાનો આરોપ

અમેરિકન સુપ્રિમ કોર્ટ માટે નામાંકન પામેલા જજ વિરૂદ્ધ યોૈન હુમલાના આરોપ ઉપર આવેલ એફબીઆઇના રિપોર્ટ બાબતે રિપબ્લીકન અને ડેમોક્રેટ સેનેટરો સામ સામે આવી ગયા છે.

રિપબ્લીકન સેનેટર જેફ ફલેક અને સુજન કોલિન્સે કહયું કે આ રિપોર્ટથી તેમની ચિંતા ઓછી થઇ છે. જયારે કેટલાક ડેમોક્રેટ સેનેટરોએ એફબીઆઇ રિપોર્ટની ટીકા કરી છે.

એક ડેમોક્રેટે આક્ષેપ મુકયો છે કે વ્હાઇટ હાઉસે એફબીઆઇના હાથ બાંધી દીધા છે. જેના કારણે તે પોતાનું કામ બરાબર નથી કરી શકતી.(૧.૧૭)

(3:50 pm IST)