Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વજન ઘટાડવા બ્રેકફાસ્ટ સાથે લો એક કપ કોફી

નવી દિલ્હી તા.૫: રાતના ૭-૮ કલાકની ઊંધ પછી શરીરને હેલ્ધી અને ન્યુટ્રિશનથી ભરપુર બ્રેકફાસ્ટ દિવસનું સોૈથી મહત્વનું ભોજન હોય છે. આને લીધે શરીરનું મેટાબોલિઝમ વધે છે તેમ જ કેલરી બર્ન થતાં શરીરનું વજન ઓછું કરવામાં પણ એ મહત્વનો ભાગ ભજવે છે, પણ એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જો વજન ઘટાડવા માટે એક કપ કોફી મદદગાર પુરવાર થાય છે. કોફીથી મેટાબોલિક રેટ વધે છે, જેથી શરીરની હીટ અને એનર્જી બન્ને ઉત્તેજિત થાય છે, પરિણામે શરીરની ફેટ બર્ન થઇ વજન ઘટે છે. કોફીમાં કલોરિજેનિક એસિડ હોય છે જેનાથી શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સનું શોષણ ઓછું થાય છે અને એપિનેફ્રિન હોર્મોન ઉત્તેજિત થવામાં મદદ મળે છે, જે શરીરમાં રહેલી જિદ્દી ફેટને તોડવામાં મદદ કરે છ. જો કે જરૂરત કરતાં વધારે પ્રમાણમાં કોફી પીવાથી શરીર કોફીની પોઝિટિવ અસર દેખાડવાનું બંધ કરી શરીરને નુકસાન પહોંચાડે છે. જર્નલ ઓફ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત અભ્યાસ મુજબ કોફી પીવાથી વજન વધવાન આશંકા ઓછી થાય છે આ સાથે જ ટાઇપ-ર ડાયાબિટીઝ થવાનું જોખમ પણ ઓછું રહે છે.(૧.૩)

(12:00 pm IST)