Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અમેરિકાએ ઇરાનના જહાજ નેટવર્ક પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: અમેરિકાએ બુધવારના રોજ ઇરાનના એક જહાજ નેટર્વક પર પ્રતિબંધ લગાવતા જણાવ્યું છે કે તેનાથી સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદને ફાયદો પહોંચાડવા માટે લાખો બેરેલ તેલ વેચશે. અમેરિકાનું કહેવું છે કે આ નેટર્વકનું સંચાલન ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ કરી રહ્યું છે.

      ઈરાને ચેતવણી આપી હતી કે જો અમેરિકા તેના પરથી દબાવ ઓછો નહીં કરે તો તે પરમાણુ સમજોતા હેઠળ પોતાની પ્રતિબદ્ધતાઓમાં કટૌતી કરી શકે છે. ઈરાનની ચેતવણીના થોડા સમય પછી અમેરિકાએ 16 કંપની, 10 લોકો અને  11 જહાજ પર પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:30 pm IST)