Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

હ્નદયનું ઓપરેશન કરાવનાર માટે ખુબજ ફાયદાકારક છે યોગ: વધશે લાઈફ લાઈન: સંશોધનમાં થયો ખુલાસો

નવી દિલ્હી:યોગનું મહત્વ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જે લોકો ને હાર્ટ એટેક આવ્યો છે તે દરરોજ નિયમિત પણે એક કલાક સુધી યોગ કરે તો તેમને બીજીવાર હાર્ટ એટેક આવવાની સંભાવના જ પૂર્ણ થઇ જાય છે.

        એક શોધમાં સામે આવ્યું છે કે યોગ કરવાથી લોકોનું હદય પણ સારી ગતિથી  કામ કરવા લાગે છે. 2500 લોકો પર આ સર્વે કરવામાં આવ્યો છે આ 2500 લોકો પોતાના હાર્ટની સર્જરી કરાવી ચુક્યા છે અને ત્યારબાદ તેમને યોગના માધ્યમથી શ્વાસ લેવામાં અને હદયને સારું રાખવાના સંદર્ભમાં એક્સરસાઇઝ કરાવવામાં આવી અને એ પછી સાબિત થયું છે કે હદયના રોગી માટે યોગ ખુબજ ફાયદાકારક છે.

(6:38 pm IST)