Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વાહનમાં જોરદાર વિસ્ફોટ: ઓછામાં ઓછા 10 નાગરિક મોતને ભેટ્યા: 42ને ગંભીર રીતે ઇજા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારના roj એક વાહનમાં થયેલ જોરદાર વિસ્ફોટના ધમાકામાં ઓછામાં ઓછા 10 નાગરિકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 42ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નસરત ર્હીમીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે k આ ઘટના સ્થાનિક સમયાનુસાર 10 વાગ્યાને 10 મિનિટની આસપાસ બની હતી.

         આ દુર્ઘટનામાં 10 નાગરિકો મોતને ભેટ્યા છે તેમજ આ ઉપરાંત 12 વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. આતંકવાદી સંગઠન તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી હોવાનું માલુમ પડી રહ્યું છે. તાલિબાને આપેલ એક માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેમનું નિશાન રાષ્ટ્રીય નિર્દેશાયલનું કાર્યાલય હતું જેથી કરીને વધારેમાં વધારે સુરક્ષાબળો આ હુમલામાં મોતને ભેટે. પરંતુ આ હુમલામાં 10 નાગરિકનો ભોગ લેવાઈ ગયો છે.

(6:23 pm IST)