Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પરીક્ષામાં કોઈ ચોરી ન કરે એટલે શિક્ષકે વિધાર્થીઓને મોં પર ખોખાં પહેરાવી દીધાં

લંડન તા.૫ : મેકિસકોમાં ટ્લેકસસેલ રાજયમાં બેચલર્સ કોલેજના કેમ્પસમાં થયેલી એક પરીક્ષામાં કલાસરૂમની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. એકઝામ ચાલતી હોય ત્યારે વિદ્યાર્થીઓ એકમેકમાં નજર કરીને કે પૂછીને ચોરી ન કરી શકે એ માટે સ્થાનિક શિક્ષકે જબરો જુગાડ લગાવ્યો છે. તેણે બધા જ સ્ટુડન્ટ્સના માથા પર કાર્બોર્ડનાં બોકસ પહેરાવી દીધા છે. ચોમેરથી બંધ એવા બોકસમાં માત્ર આંખોની આગળ કાણાં છે જેને કારણે વિદ્યાર્થીઓને આજુબાજુમાં શું ચાલી રહ્યું છે એ કશું દેખાય જ નહીં. તેઓ માત્ર અને માત્ર સામે જ જોઈ શકે. ગયા અઠવાડિયે યોજાયેલી સ્નાતક કક્ષાની એકઝામમાં આવું કરવામાં આવતાં વિદ્યાર્થીઓના પેરન્ટ્સે શિક્ષા વિભાગના અધિકારીઓ અને આવું કરનારા ટીચરને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. જોકે અન્ય કેટલાક લોકોએ સોશ્યલ મીડિયા પર આ જુગાડની જબરી તારીફ પણ કરી છે અને કહ્યું હતું કે વિદ્યાર્થીઓ જાતે ચોરી ન કરવી એવું ન સમજે તો આવું જ કરવું પડે.

(3:51 pm IST)