Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આ બહેન મિની હોર્સને લઇને ફલાઇટમાં સવારી કરવા નીકળ્યા

ન્યુયોર્ક તા.૦૫ : અમેરિકન એરલાઇન્સમાં શિકાગોથી ઓમાહાની ફ્લાઇટમાં એક મહિલા પેસેન્જર પોતાના મિની હોર્સની સાથે સવારી કરતી જોવા મળી હતી. એક સહપ્રવાસી ઇવાન નોવાકે આ બહેનની સાથે પેસેન્જર સીટ પર બેઠેલા ટાઇની હોસનો વિડિયો અને ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા હતા. આ દ્યોડાનું નામ ફ્લિર્ટી હતું જે આ બહેન માટે સર્વિસ એનિમલ છે. ઇમોશનલ સપોર્ટ માટેરાખવામાં આવતા પ્રાણીઓને સર્વિસ એનિમલની કેટેગરીમાં પેસેન્જરની સાથે ટ્રાવેલ કરવાની વિશેષ છૂટ આપવામાં આવે છે. એબ્રિઆ હેન્સ્લી નામની મહિલાનો આ દ્યોડો છે. એને લઈને તે ઓમાહા એરપોર્ટ પર ઊતરી એ વખતની તસવીરો પણ વાઇરલ થઈ છે.

(3:51 pm IST)