Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વધતી જતી ગરમીને નિયંત્રણમાં રાખવા દોહામાં રસ્તાઓને વાદળી રંગે રંગવામાં આવ્યા છે

દુબઇ તા. પ :.. કતારની રાજધાની દોહાની કેટલીક પહોળી અને લાંબી સડકોને વાદળી રંગમાં રંગવામાં આવી રહી છે. કતારમાં ફીફા વર્લ્ડ કપ ર૦રર રમાવાનો છે એ માટે અત્યારથી એની તૈયારીઓ થઇ રહી છે. આસ્ફાલ્ટના રસ્તાઓ ખૂબ ઝડપથી ગરમ થઇ જતા હોવાથી વાતાવરણ વધુ ગરમ થઇ જતું હોય છે એવામાં કતારના પ્રશાસને તાપમાનને નિયંત્રણમાં રાખવા માટે નવો કીમિયો અપનાવ્યો છે અને મોટા રોડને આસમાની વાદળી રંગથી રંગવામાં આવ્યો છે. આ કોઇ પહેલું શહેર નથી કે જેમાં આવો પ્રયોગ કરવામાં આવ્યો હોય. આ પહેલાં અમેરિકાના લાસ વેગસ અને જપાનના ટોકયો શહેરમાં રસ્તાઓને નીલા રંગથી સજાવવામાં આવ્યા હતાં. હાલમાં સામાન્ય રંગ ધરાવતા રસ્તાઓ અને વાળી રંગે રંગાયેલા રોડ પર તાપમાન માપવાનું સેન્સર પણ લગાવવામાં આવ્યું છે જેથી એની કેટલી અસર તાપમાન નિયમનમાં થાય છે એ નકકી થઇ શકશે.

(11:20 am IST)