Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ડાયાબિટિશ ઉપરાંત અનેક રોગોની ઔષધિ છે જાંબુડાના ફળ

ડાયાબિટિશના દર્દીઓ માટે જાંબુ એક પારાંપારિક ઔષધિ છે. જાંબુને ડાયાબિટિશના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે. આના ઠળિયા, છાલ, ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે. જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખુબ જ કરવામાં આવે છેે. જાંબુના ઠળિયાને એકત્રિત કરી લેવા કેમકે તેના ઠળિયામાંથી જામ્બોલીન નામનું તત્વ મળી આવે છે જે સ્ટાર્ચને શર્કરામાં બદલતા રોકે છે.

. સાંધાના દુઃખાવાના દર્દી, આંચકી, કબજિયાત અને પેરેલીસીસનાં દર્દીએ કયારેય જાંબુનું સેવન ન કરવું.

. ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન જાંબુનું સેવન ટાળો.

. નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસના બે ટીપાં નાખવાથી ફાયદો થાય છે.

. શરીરે સોજા રહેતા હોય કે માસિક ધર્મના દિવસો દરમિયાન અથવા ગર્ભિણી સ્ત્રીઓએ જાંબુનું સેવન ન કરવું.

. ગાયકો કે વકતાઓએ જાંબુનું સેવન ન કરવું તેનાથી સ્વરપેટીને નુકશાન થાય છે.

. નાના બાળકોને પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય છે તો બાળકો માટે જાંબુનું સેવન હિતકારી છે. સાથે ત્વચાને સારી રાખવા માટે પણ જાંબુનું સેવન કરવું જોઈએ.

. જાંબુ સાથે મીઠા મરીનો ઉપયોગ જરૂરથી કરવો.

(10:01 am IST)