Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

૪ મહિનાથી બ્રેન ડેડ મહિલાએ બાળકીને જન્મ આપી ત્રીજા દિવસે દુનિયા છોડી

બાળકીને જન્મ આપ્યા બાદ પરિવારની સહમતિથી મહિલાને લાઇફ સપોર્ટ સિસ્ટમથી હટાવી લેવામાં આવી

લંડન , તા.પઃ ચેક રિપબ્લિક (Czech Republic)માં લગભગ ૪ મહિનાથી બ્રેન ડેડ (Brain Dead) મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. ૨૭ વર્ષની ગર્ભવતી મહિલાને આ વર્ષે એપ્રિલમાં બર્નો યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવી હતી. તેના અનેક અંગ ખરાબ થઈ ગયા બાદ મગજ પણ કામ નહોતું કરી રહ્યું. ત્યારબાદ ડોકટરોએ મહિલાને બ્રેન ડેડ જાહેર કરી દીધી હતી. તેના ૧૧૭ દિવસ બાદ ડોકટરોએ તે મહિલાની સફળ ડિલીવરી કરાવી. જોકે, બાળકીને જન્મ આપ્યાના ત્રણ દિવસ બાદ મહિલાનું મોત થઈ ગયું.

આ બ્રેન ડેડ મહિલાએ ૧૫ ઓગસ્ટે એક બાળકીને જન્મ આપ્યો. ડોકટરોના જણાવ્યા મુજબ, ડિલીવરી સીઝેરિયન સેકશનથી કરવામાં આવી. બાળકી બિલકુલ સ્વસ્થ છે. તેનું વજન ૨.૧૩ કિલોગ્રામ અને લંબાઈ ૪૨ સેન્ટિમીટર (૧૬.૫ ઇંચ) છે. બ્રેન ડેડ મહિલાની સફળ ડિલીવરી કરાવીને બર્નો યુનિવર્સિટી હોસ્પિટલે એક રેકોર્ડ બનાવ્યો છે.

ડોકટરોએ જણાવ્યું કે જયારે મહિલાને હોસ્પિટલ લાવવામાં આવી હતી ત્યારે તે ૨૭ સપ્તાહની સગર્ભા હતી. જેથી ડોકટરોએ પ્રેગનન્સીને ચાલુ રાખવા માટે મહિલાને ઓર્ટિફિશિયલ સપોર્ટ સિસ્ટમ પર રાખી. ત્યાં સુધી કે રોજ મહિલાના પગોની મૂવમેન્ટ કરાવવામાં આવતી હતી, જેથી બાળકના વિકાસ વિશે જાણી શકાય.

પ્રેગનન્સીના ૩૪માં સપ્તાહમાં ડિલીવરી થઈ. બાળકીને જન્મ આપ્યા બાદ પરિવારના લોકોની સહમિતથી મહિલાને લાઇફ સપોર્ટ સિસ્ટમથી હટાવી લેવામાં આવી. ડિલીવરીના ત્રણ દિવસ બાદ ૧૯ ઓગસ્ટે મહિલાએ આ દુનિયા છોડી દીધી.

(9:57 am IST)