Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

દક્ષિણ ઇરાકમાં રેલીમાં 6 પ્રદર્શનકર્તાઓનું મોત: 20થી વધુ ઘાયલ

બસરા: ઇરાકના દક્ષિણી શહેર બસરામાં અશાંતિના માહોલ વચ્ચે આર્થિક સંકટ અને સાર્વજનિક સેવાઓની ખરાબ પરિસ્થિતિની સામે આયોજીત રેલી દરમિયાન 6 લોકોના મોત નિપજ્યુંહતા

  બસરા પ્રાંતમાં સરકારની માનવાધિકાર પરિષદના પ્રમુખ મેહદી અલ તમીમીએ જણાવ્યું હતું કે, ‘‘છ પ્રદર્શનકર્તાઓના મોત નિપજ્યા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે’ તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ પ્રદર્શનકર્તાઓ પર સીધો ગાળીબાર કર્યો હતો. તે દરમિયાન ઘટના સ્થળ પર 6 પ્રદર્શનકર્તાઓના મોત થયા હતા. જ્યારે કેટલાક પ્રદર્શનકર્તા ઇજાગ્રસ્ત થયા હતા.

(3:57 pm IST)