Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં તાલિબાન સેના સાથે ભયંકર લડાઈ અનેક વિસ્તારો સુધી પહોંચી

 

નવી દિલ્હી: તાલિબાનના લડવૈયાઓ હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગાહમાં દાખલ થઈ ગયા છે જ્યાં તેમણે સરકારી રેડિયો અને ટીવીના પ્રાંત સ્તરના કાર્યાલય પર કબજો કરી લીધો છે અને 20 વર્ષ પછી પોતાનું પ્રસારણ ફરી શરૂ કર્યું છે. સિવાય ગવર્નર હાઉસ અને શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં અફઘાન સેના અને તાલિબાન વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે.લશ્કરગાહના સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરના જે વિસ્તારો પર તાલિબાનનો કબજો છે ત્યાં સરકારી વાયુસેના તરફથી ભારે બૉમ્બવર્ષા થઈ રહી છે જેમાં એક યુનિવર્સિટીને પણ નિશાન બનાવવામાં આવી હતી.અફઘાન તાલિબાનના મુખ્ય પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે શનિવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દાવો કર્યો હતો કે અફઘાન સેનાએ ભારત સરકાર તરફથી આપવામાં આવેલા ફાઇટર વિમાનથી લશ્કરગાહની એક મોટી હૉસ્પિટલને નિશાન બનાવ્યું હતું.અમેરિકન ફાઇટર વિમાને પણ લશ્કરગાહમાં તાલિબાનના લડવૈયાઓ પર બે વખત બૉમ્બ વરસાવ્યા હતાલશ્કરગાહમાં તાલિબાન મલ્ટીમીડિયા પંચના પ્રમુખ અસદ અફઘાને ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવ્યું કે ગવર્નર હાઉસ, સેન્ટ્રલ જેલ ,પોલીસ, ઇન્ટેલિજન્સ અને સેનાના પ્રાંતીય મુખ્યાલય સિવાય લશ્કરગાહની બધી સરકારી ઇમારતો પર તાલિબાને કબજો કરી લીધો છે.

(6:12 pm IST)