Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જાપાનના આઓશીમા અને તાશીરોજીમા ટાપુ પર છે બિલાડીની સંખ્યા વધારે

 

નવી દિલ્હી: જાપાનમાં આવેલા આઓશીમા અને તાશીરોજીમા એવા ટાપુ છે જ્યાં બિલાડીની વસ્તી વધારે છે. દુનિયામાં જગ્યા કેટ આઈલેન્ડથી જાણીતી છે. એવું એટલા માટે કારણ કે, અહીં બિલ્લીઓની સંખ્યા માણસ કરતા ગણી વધારે છે. ટાપુ દક્ષિણ જાપાનના અહિમે પ્રાંતમાં આવેલો છે. જે 1.6 કિમી લાંબો ટાપુ છે. અહીંયા ઉંદરનો વધુ પડતો ત્રાસ હોવાને કારણે અહીં એક સમયે બિલાડીઓને લાવવામાં આવી હતી. પછી ટાપુઓ પર બિલાડીઓનો વસવાટ વધ્યો અને વસ્તી વધતા તે કેટ આઈલેન્ડથી જાણીતો બન્યો. ટાપુ પર લોકો રેશમનું ઉત્પાદન કરે છે. માટે ખાસ રેશમના કીડાઓનું પાલન પોષણ કરે છે. ઉંદર આવા કીડાઓને ખાઈ જતા હતા. જેના કારણે બિલાડીઓને લાવવાની ફરજ પડી હતી. બિલાડી ઉંદરની વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે અસરકારક ભાગ ભજવે છે. બીજું એક કારણ પણ છે કે, અહીં બિલાડીઓને લોકો શુભ માને છે. લોકોની એવી માન્યતા છે કે, બિલાડીઓને ખવડાવવાથી ધનપ્રાપ્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. મોટાભાગના લોકો અહીં બિલાડીઓની ખૂબ કેર કરે છે. બિલાડી અહીંના લોકો માટે સારા નસીબ સમાન છે. જ્યારે ટાપુની ઓળખ પણ બિલાડીઓથી થાય છે. ખાસ વાત છે કે, ટાપુ પર કોઈ શ્વાનને લાવવાની કોઈ મંજૂરી નથી. ટાપુ કોઈ પ્રવાસ સ્થળ નથી. ટાપુ પર કોઈ કાર, હોટેલ, રેસ્ટોરાં કે વેંડિગ મશીન પણ નથી. અહીં રહેતા મોટાભાગના લોકો વૃદ્ધ છે. અહીં જે કોઈ પ્રવાસી આવે છે એને સ્થાનિકો બિલાડીથી દૂર નથી કરતા. પ્રવાસીઓને પણ કહેવામાં આવે છે કે તેઓ સ્થાનિકો અને બિલાડીઓને પરેશાન કરે. પ્રવાસીઓ બિલાડીને કોઈ પ્રકારનું ભોજન આપે. કારણ કે સ્થાનિકો એને ખવડાવે છે.

(6:11 pm IST)