Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પાપુઆ ન્યુ ગિનીમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:પ્રશાંત મહાસાગરમાં આવેલ દેશ પાપુઆ ન્યુ ગિનીમાં મંગળવારના રોજ ભૂકંપના જોરદાર ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભૂકંપની તીવ્રતા 5.4ની આંકવામાં આવી છે.

       ભૂકંપના આ ઝટકા ફિંશાફેનથી 102 કિલોમીટર પૂર્વોત્તરમાં મહેસુસ કરવામાં આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર 5.7775 ડિગ્રી દક્ષીણ અક્ષાંશ અને 148.3394 ડિગ્રી પૂર્વી દેશાંતરમાં જમીનની અંદર 170.85 કિલોમીટરની ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:39 pm IST)