Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

શિયાળામાં ફ્રાંસમાં કોરોના વાયરસનો બીજો રાઉન્ડ આવવાની સંભાવના:વૈજ્ઞાનિકોની ચેતવણી

નવી દિલ્હી: કોરોના વાયરસનો કેર હજુ દુનિયાભરમાંથી ઓછો થયો નથી ત્યાં તો બીજો એક ડરાવનો ખુલાસો સામે આવ્યો છે. ફ્રાન્સમાં કોરોના વાયરસનો બીજો રાઉન્ડ આવશે તેવી સંભાવના વૈજ્ઞાનિક કાઉન્સિલે દર્શાવી છે. તેમના મતે આ બીજો રાઉન્ડ ફ્રાન્સમાં શિયાળામાં કે પછી પાનખરમાં આવી શકે છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદનમાં લોકોને ચેતવવામાં આવ્યા છે.

             મહામારી પર ગઠિત વૈજ્ઞાનિકોની કાઉન્સિલે કોરોના વાયરસ અંગે મોટા ખુલાસા કર્યા છે, તેમને જણાવ્યુ કે, બની શકે કે કોરોનાની બીજી લહેર શિયાળા કે પાનખરના મહિનામાં સામે આવે. મેમાં બે મહિના સખત લૉકડાઉનમાંથી બહાર નીકળ્યા બાદ કોરોના સંક્રમણના કેસો છેલ્લા બે અઠવાડિયાથી ઝડપથી વધી રહ્યાં છે. લૉકડાઉન બાદ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સંક્રમણથી બચાવના ઉપાયને લઇને લોકો બેદરકારી રાખી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદનમાં સંતુલનને નાજુક બતાવવામાં આવ્યુ છે. સાથે એ વાત પર પણ આશંકા દર્શાવી છે કે દેશની સ્થિતિ સ્પેન જેવી થઇ શકે છે.

 

(6:34 pm IST)