Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

શોરૂમે સ્ટ્રીટ ડોગને દતક લીધો અને એને સેલ્સમેન બનાવી દીધો

જસ્ટ કલ્પના કરો, તમે કોઈ કારના શો-રૂમમાં જાઓ અને તમારું સ્વાગત સેલ્સમેનને બદલે એક ડોગી કરે તો? અને એ ડોગીના ગળામાં જે-તે કંપનીના કર્મચારીનો ટેગ પણ લાગેલો હોય તો? આવી જ ઘટના ઘટી છે બ્રાઝિલમાં હ્યુન્ડાઇના એક શોરૂમમાં. આ ડોગીનું નામ છે ટસ્કન પ્રાઇમ. હ્યુન્દેઈના એ શોરૂમે શેરીમાં રખડતા એક ડોગીને દત્ત્।ક લઈ લીધો છે. વાત એમ છે કે આ ડોગી શો-રૂમની બહાર ભટકયા કરતો હતો. રોજ આવવાને કારણે તેણે અહીંના કર્મચારીઓ સાથે સારીએવી દોસ્તી કરી લીધેલી. એ પછી તો તે જયારે શોરૂમ ખુલ્લો હોય ત્યારે અંદર જ બાઅદબ બેસી જતો અને કસ્ટમર્સની આગળપાછળ ફરતો રહેતો. તેનો સાલસ અને મિલનસાર સ્વભાવ જોઈને શોરૂમના લોકોએ તેને પણ અહીંનો જ કર્મચારી બનાવી દીધો. તેના માટે ખાસ એમ્પ્લોઇનો બિલ્લો બનાવ્યો અને તેના ગળામાં પહેરાવી દીધો. મે મહિનામાં આ ઘટનાએ આકાર લીધો અને ત્યારથી આ શોરૂમના સેલ્સમેનની જેમ આવનાર દરેક વ્યકિતનું સ્ક્રીનિંગ કરીને આવકારે છે. શોરૂમના મેનેજરનું કહેવું છે કે એને કારણે હવે શોરૂમમાં સેફ્ટીની ચિંતા ઘટી ગઈ છે.

(4:17 pm IST)