Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કોરોનાના ડરથી હજારોની ચલણી નોટો વોશિંગ મશીનમાં ધોઇ નાખી અને પછી સૂકવવા અવનમાં મુકતા બળી ગઇ

સીઉલ,તા.૫ : સાઉથ કોરિયાની એક વ્યકિતને કોરોના- ઇન્ફેકશનનો એટલોબધો ડર લાગ્યો કે તેણે લગભગ બે લાખ રૂપિયાની ચલણી નોટો વોશિંગ મશીનમાં ધોઈ નાખી હતી. આવું ધોવાણ કરનાર પુરૂષ છે કે સ્ત્રી એ સ્પષ્ટ થયું નહોતું, પરંતુ કુટુંબના સભ્યના અવસાન નિમિત્તે શોક વ્યકત કરવા ગયેલા લોકોએ સહાય કે સહાનુભૂતિરૂપે આપેલા એ પૈસા (કોન્ડોલન્સ મની) હતા. ઘણાબધા લોકોએ આ ચલણી નોટો આપેલી એટલે એના પર  કોરોનાના અંશ હશે એવું ધારીને આ વ્યકિતએ વોશિંગ મશીનમાં નોટો નાખીને ધોઈ નાખી હતી. અલબત્ત એનું પરિણામ તો સારૂ ન હોય ! એ સ્વાભાવિક છે. ધોવાણ બાદ ભાગ્યે જ કોઈ ચલણી નોટ સારી સ્થિતિમાં હતી. હજી આટલું ઓછું હોય એમ તેણે ભીની થઈ ગયેલી નોટોને અવનમાં મૂકીને સૂકવવાની કોશિશ કરતાં એ અડધીપડધી બળી ગઈ હતી. આવી નોટને રિપ્લેસ કરી આપવાની બેન્કે પણ ના પાડી દીધી હતી.

(2:46 pm IST)