Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

જીવવા માટે જેમ શ્વાસ લેવો જરૂરી છે, તે જ રીતે જરૂરી છે સવારનો BreakFast, જાણો કેમ

 ખાવા પીવાની સ્વસ્થ ટેવ વ્યકિતને આખો દિવસ એકિટવ રાખે છે.

 નાસ્તો ન કરવો સ્વાસ્થ્યના હિસાબથી ખૂબ હાનિકારક બની શકે છે.

 નાસ્તો છોડનારાઓને   ડાયાબિટીસનો ખતરો વધુ રહે છે.

ખાવા પીવાની સ્વસ્થ ટેવ વ્યકિતને આખો દિવસ ઉર્જાથી ભરપૂર રાખે છે. ચિકિત્સક દિવસનું પ્રથમ મીલ, એટલે કે બ્રેકફાસ્ટને કયારેય સ્કિપ ન કરવાની સલાહ આપે છે.

એક પ્રચલિત કહેવત છે, કે સવારનો નાસ્તો રાજાની જેમ કરો, બપોરનું ભોજન યુવરાજની જેમ કરો અને રાતનું ભોજન એક ફકીરની જેમ કરો.

બ્રેકફાસ્ટનો અર્થ છે, તમારો આખી રાતનો ફાસ્ટ તોડવો.

જો તમે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ડિનર કર્યુ હયો અને કોઈ કારણે સવારે નાસ્તો ન કરી શકયા તો મતલબ તમે બપોરે સીધો લંચ કરશો. બે મીલ્સ વચ્ચે ૧૫-૧૬ કલાકનું અંતર સ્વાસ્થ્યના હિસાબથી ખૂબ નુકશાનદાયક હોઈ શકે છે.

જાણો, કેમ જરૂરી છે બ્રેકફાસ્ટ ?

 નિયમિત રૂપે સવારનો નાસ્તો છોડનારા યુવાઓને પાછળથી ડાયાબિટીસ થવાનો ખતરો વધુ રહે છે.

 આખો દિવસ એકિટવ રહેવા માટે ભરપૂર ઉર્જાની જરૂર હોય છે.જે દિવસભરના ગોલ્સથી પૂર્ણ થાય છે.

 એ યુવાઓએ પોતાના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવુ જોઈએ જેઓ જીમ જાય છે, કે રમત ગમતની ગતિવિધિમાં વ્યસ્ત રહે છે.

 આ મગજની કાર્યપ્રણાલી માટે અનિવાર્ય ગ્લુકોઝના સ્તરને રીસ્ટોર કરે છે. જેનાથી વ્યકિતની યાદગીરી અને એકાગ્રતાનુ સ્તર સુધરે છે.

 નિયમિત રૂપે બ્રેકફાસ્ટ ન કરનારા લોકોને બ્લડ પ્રેશર લો થવાનો ખતરો રહે છે. જેનાથી ચક્કર આવવા કે આંખોની આગળ અંધારૂ  છવાય જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

 સવારના નાસ્તામાં હાઈ ફાઈબર અને લો કાર્બોહાઈડ્રેટ યુકત વસ્તુઓ સામેલ કરો. તેનાથી આખો દિવસ એકિટવ રહી શકશો અને થાક પણ ખૂબ ઓછો અનુભવશો

 પેટ ભરેલુ હોય તો ચિડચિડાપણુ પણ ઓછુ થાય છે અને આખો દિવસ મૂડ પણ સારો રહે છે.

 મીલને સ્કિપ કરવાથી ફૈટી લીવર થવાની આશંજા રહે છે.

 મીલ્સમાં વધુ કલાકનુ અંતર થવાથી એસિડિટી કે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. દરેક ત્રણ કલાકના અંતરે કંઈક ખાતા રહેવાની સલાહ આપવામાં આવે છે.

(12:08 pm IST)