Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ફિનલેન્ડમાં મહિલાઓની તુલનામાં બાળકો માટે પુરુષ શિક્ષક વધુ લાભકારી માનવામાં આવે છે

નવી દિલ્હી: ફિનલેન્ડ સમૃદ્ધ દેશ હોવાની સાથે મહિલા-પુરુષને સમાન હક આપે છે. પરંતુ અહીંની સ્કૂલોમાં બાળકો માટે પુરુષ શિક્ષકોને વધુ લાભકારી માનવામાં આવે છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે 1998 અને 2000 વચ્ચે ફિનિશ પ્રાઈમરી સ્કૂલોમાં પ્રવેશ લેનારા તમામ 8,11,000 બાળકો પર એક સંશોધન કરાયું. ઝ્યુરિક યુનિવર્સિટીના ઉર્સિના શેડે અને ટુર્કૂ યુનિવર્સિટીના વિલે મેંકીએ આ સંશોધનમાં તારણ કાઢ્યું કે, ફિનલેન્ડમાં પ્રાથમિક સ્કૂલના શિક્ષકો વચ્ચે જેન્ડર સંતુલન લાવવા લાગુ અનામત બંધ કરવાથી વિદ્યાર્થીઓને ભારે નુકસાન થયું છે. શિક્ષકોની પસંદગી નેશનલ મેટ્રિક પરીક્ષાના આધારે થાય છે. પુરુષો માટે 40% અનામત હતી. ઘણી વાર જોવા મળ્યું છે કે, અનામત મહિલાઓને સમાન સ્તરે લાવવા અપાય છે. તેથી પ્રાથમિક સ્કૂલોમાં પુરુષો ઓછા હોય છે. આ વાત ફિનલેન્ડ પર પણ લાગુ પડે છે. 1989 સુધી અનામત લાગુ હતી, પરંતુ ત્યાર પછી અનામત ખતમ થવાથી પુરુષ શિક્ષકો પાછળ પડી ગયા.

(7:20 pm IST)